SCERT મહારાષ્ટ્ર અને કોટક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા રાજ્યના શિક્ષકોમાં AI સાક્ષરતા વધારવા માટે ‘AI સાથી ફોર એજ્યુકેટર્સ‘ ની જાહેરાત કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા)
મુંબઈ, તા.૭
સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (SCERT) મહારાષ્ટ્ર દ્વારા કોટક એજ્યુકેશન ફાઉન્ડેશનના સહયોગથી ૧૪ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મંત્રાલયમાં ‘AI સાથી ફોર એજ્યુકેટર્સ‘ના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે. માનનીય શિક્ષણ મંત્રી શ્રી દાદાજી ભૂસે દ્વારા AI સાથી કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ લોન્ચિંગમાં શાળા શિક્ષણ અને રમતગમત વિભાગના મુખ્ય સચિવ રણજીત સિંહ દેવલ, શિક્ષણ કમિશ્નર સચિન્દ્ર પ્રતાપસિંહ, SCERTના ડિરેક્ટર ડૉ. હેમંત વાસેકર, મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદના પ્રમુખ નંદકુમાર બેડસે, માધ્યમિક શિક્ષણ નિયામક મહેશ પાલકર, પ્રાથમિક શિક્ષણ નિયામક શરદ ગોસાવી, SCERTના ડેપ્યુટી ડિરેક્ટર વર્ષરાણી ભોપાલે, સબ-ડિવિઝન ચીફ રાજેન્દ્ર વાકડે, ડૉ. સંદીપ મુલય, ડેપ્યુટી HOD, IT વિભાગ અને અલકા પાગરે, મિલિંદ પાંડે અને દીપક પાઠક ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલને સમર્થન આપનાર મુખ્ય પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ટીમના મુખ્ય સભ્યોમાં સંયુક્ત નિયામક ડૉ. કમલાદેવી અવટે, ડેપ્યુટી ડિરેક્ટર, IT વિભાગ શ્રીમતી જ્યોતિ શિંદે અને સુપ્રિટેન્ડેન્ટ, વિભાગ નિવાસ કાંબલેનો સમાવેશ થાય છે. કમિશ્નર (શિક્ષણ), સચિન્દ્ર પ્રતાપ સિંહ (IAS)એ જણાવ્યું હતું કે “AI સાથી ઓનલાઈન કોર્સ રાજ્યના તમામ શિક્ષકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ માટે છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આ કોર્સ દ્વારા AI એ શિક્ષકો માટે તેમના રોજિંદા શૈક્ષણિક કાર્યમાં સાથી બનશે.”કોટક એજ્યુકેશન ફાઉન્ડેશનના CEO ગણેશ રાજાએ જણાવ્યું હતું કે: "શિક્ષકો એ શિક્ષણના કેન્દ્રમાં છે, અને છૈં એ એક એવા સાધન તરીકે વિકસિત થવું જાેઈએ જે તેમની ક્ષમતાઓને મજબૂત બનાવે. છૈં સાથી ફોર એજ્યુકેટર્સ દ્વારા, અમે મહારાષ્ટ્રના શિક્ષકોને તેમના વર્ગખંડોમાં AIને આત્મવિશ્વાસપૂર્વક સમજવા, અનુકૂલન કરવા અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા સક્ષમ બનાવી રહ્યા છીએ. " કોટક એજ્યુકેશન ફાઉન્ડેશનના COO જયશ્રી રમેશે જણાવ્યું હતું કે: “AI સાથી એ વાતનો પુરાવો છે કે અત્યાધુનિક ટેકનોલોજી અને પાયાના સ્તર ઉપર અસર એકબીજા માટે વિરોધાભાસી નથી. પહેલી વાર, મહારાષ્ટ્રના શિક્ષકો પાસે એક એવું સંસાધન છે જે તેમની વાત કરે છે, શાબ્દિક રીતે કહીએ તો મરાઠીમાં AI સાક્ષરતાનું નિર્માણ કરે છે જે અન્ય ઉપકરણ આપી શકતું નથી. જ્યારે શિક્ષકો આત્મવિશ્વાસ અને નૈતિક પાયા સાથે નેતૃત્વ કરે છે, ત્યારે તે વર્ગખંડમાં દરેક બાળક લાભ આપે છે. આ પરિવર્તન લાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.” આ કોર્સ મહારાષ્ટ્રભરના આશરે ૭.૫ લાખ શિક્ષકો અને અધિકારીઓ માટે ફરજિયાત છે, જેમાં ધોરણ ૧ થી ૧૨ સુધી ભણાવતા શિક્ષકોનો સમાવેશ થશે. SCERT મુજબ, મૂલ્યાંકન માટે સબમિટ કરાયેલા ૧૦ અભ્યાસક્રમોના પૂલમાંથી AI સાથીની પસંદગી કરવામાં આવી હતી, જે રાજ્યમાં છૈં-સક્ષમ શિક્ષક ક્ષમતા નિર્માણમાં કોટક એજ્યુકેશન ફાઉન્ડેશનના યોગદાનને એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે માન્યતા આપે છે.


