જૂનાગઢ નોબલ યુનિવર્સીટીનાં વાઈસ ચેરમેન ગિરીશ કોટેચા અને એસોસીએટ વાઈસ પ્રેસીડેન્ટ પાર્થ કોટેચાએ મૌન ધારણ કરી લીધું

જૂનાગઢ નોબલ યુનિવર્સીટીનાં વાઈસ ચેરમેન ગિરીશ કોટેચા અને એસોસીએટ વાઈસ પ્રેસીડેન્ટ પાર્થ કોટેચાએ મૌન ધારણ કરી લીધું

જૂનાગઢ તા.ર૭
નોબલ આયુર્વેદીક કોલેજનાં વ્યાપક કૌભાંડ સબબ સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવતાં નોબલ યુનિવર્સીટી તંત્રમાં અને જૂનાગઢનાં શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. અને ગેરરીતી આચરનાર કોલેજાે અને સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સીબીઆઈ દ્વારા હજુ વધુ કાર્યવાહી થાય તેવી શકયતા જાેવાઈ રહી છે.
દરમ્યાનમાં જૂનાગઢની નોબલ યુનિવર્સીટીનાં વાઈસ ચેરમેન જૂનાગઢ મનપાનાં ભૂતપૂર્વ ડે. મેયર અને ભાજપનાં આગેવાન ગિરીશ કોટેચા અને એસોસીએટ વાઈસ પ્રેસીડેન્ટ તેમનાં પુત્ર પાર્થ કોટેચા છે. આ બંને પિતા-પુત્ર દ્વારા આ લખાય રહયું છે ત્યાં સુધી પ્રાપ્ત અહેવાલ મુજબ કોઈ સ્પષ્ટતા કે નિવેદન આપવામાં આવ્યું નથી. અને મૌન ધારણ કરી લીધું હોવાનું સુત્રો જણાવી રહયા છે.