સૌરાષ્ટ્રની આયુર્વેદીક અને હોમીયોપેથીક કોલેજાેમાં શિક્ષણનાં નામે વેપલો વ્યાપક ગેરરીતીઓ : વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ગંભીર ચેડા
જૂનાગઢ તા.ર૭
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રની શૈક્ષણિક સંસ્થાઓની કાર્યવાહીથી ખુબ જ વાકીફ એવા આધારભુત સુત્રોનાં જણાવ્યા મુજબ જૂનાગઢ સૌરાષ્ટ્રની મોટાભાગની લગભગ તમામ આયુર્વેદીક અને હોમીયોપેથીક કોલેજાેમાં મસમોટા ગોટાળા થાય છે. જેમાં નિયમ મુજબ રેગ્યુલર ફેકલ્ટીની નિમણુંક કરવાની હોય છે. પરંતુ આયુર્વેદીક અને હોમીયોપેથીક કોલેજાે જયારે ઈન્સપેકશન આવે છે ત્યારે માત્ર દેખાડા પુરતા ફેકલ્ટીને બોલાવી લેવામાં આવે છે. અને આ રીતે એક પ્રકારે ઈન્સપેકશન કરવા આવનાર અધિકારીઓની આંખમાં ધુળ નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલું જ નહી લગભગ મોટાભાગનાં કેસમાં અગાઉથી સેટીંગ થઈ ગયું હોય છે. અને લાખો રૂપિયાનો વહીવટ કરવામાં આવે છે. અને ફેકલ્ટીની જગ્યાએ સામાન્ય દિવસોમાં તદન લાયકાત વિનાના કહેવાતા ટીચર્સ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને નામ પુરતુ શિક્ષણ આપવામાં આવે છે. જેથી એ વાતનો અંદાજ લાગવી શકાય છે કે નોનકવોલીફાઈડ ફેકલ્ટી દ્વારા ભવિષ્યનાં આયુર્વેદીક અને હોમીયોપેથીક ડોકટરોને કેવુ શિક્ષણ આપવામાં આવતું હશે? એક પ્રકારે આખા સૌરાષ્ટ્રમાં આયુર્વેદીક અને હોમીયોપેથીક કોલેજાે દ્વારા વેપલો ચલાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓનાં વર્તમાન અને ભવિષ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવે છે. અને આખી એક પેઢીને બરબાદ કરવાનો પ્રયાસ થાય છે. પરંતુ શિક્ષણ માફીયાઓ દ્વારા આ ખેલ ચાલતો રહે છે. અને યુવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થતું રહે છે. અને આ કહેવાતા કોલેજાેનાં સંચાલકો લાખો રૂપિયાનો વહીવટ કરીને કોલેજાેની મંજુરી મેળવી લેતા હોય છે અને રીન્યુ કરાવી લેતા હોય છે. જાે સીબીઆઈ દ્વારા ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો ગુજરાત, સૌરાષ્ટ્રની કદાચ એવી એક પણ આયુર્વેદીક કે હોમીયોપેથીક કોલેજ દુધે ધોયેલી નીકળે નહી. સુત્રોના જણાવ્યા મુજબ આ બાબતે કેટલાક જાગૃત નાગરીકો દ્વારા સીબીઆઈને વિસ્તૃત પત્ર દ્વારા માહિતગાર કરવામાં આવશે તેવું ચર્ચાય રહયું છે.


