ભારતમાં પણ નેપાળ જેવી તબાહીનો ખતરો : હિમાલય પર્વતમાળામાં આવેલા ૮૮ સરોવરો છલકાઈ રહયા છે : ૬ રાજયો પર જાેખમ
(એજન્સી) નવી દિલ્હી તા.ર૭
૨૬ ઓગસ્ટે સવારે લગભગ ૯ વાગ્યે. ગ્લેશિયરમાંથી તૂટીને પડેલા બરફ અને ખડકોએ ભોટેકોશી નદીમાં અચાનક પૂર લાવી દીધું, જેના કારણે નેપાળના રસુવા જિલ્લામાં તબાહી મચી ગઈ. ગામો, રસ્તાઓ અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ ધોવાઈ ગયા. સેંકડો લોકો ગુમ છે, જેમાં ભારત, અમેરિકા અને બ્રિટનના પ્રવાસીઓ પણ સામેલ છે.
લગભગ એક વર્ષ પહેલાં, જુલાઈ ૨૦૨૫માં પણ આ જ વિસ્તારમાં તિબેટનું એક ગ્લેશિયર તળાવ તાપમાન વધવાને કારણે ફાટી ગયું હતું, જેમાં ૯ લોકોના જીવ ગયા હતા. આ એક પેટર્ન જેવું બની રહ્યું છે, જેની ઝપેટમાં ભારતના પણ ઘણા રાજ્યો છે.
IIT રોપડ અને સિડનીની યુનિવસિર્ટી ઓફ ટેકનોલોજીએ એક સંયુક્ત અભ્યાસ કર્યો. આ મહિને જાહેર કરાયેલા અહેવાલ મુજબ, હિમાચલ પ્રદેશમાં ૧૯૯૦માં માત્ર ૧૦૭ ગ્લેશિયર સરોવરો હતા. ૨૦૨૪ સુધીમાં આ સંખ્યા વધીને ૬૬૯ થઈ, એટલે કે ૫૨૫% નો વધારો થયો છે.


