દેશભરમાં રક્ષાબંધન નીમિતે રૂા.૩૦ હજાર કરોડનો વેપાર થશે
નવી દિલ્હી,તા.૨૭:
રાજધાનીનાં બજારોમાં આ વર્ષે વેચાઈ રહેલી રાખડીઓમાં ભાઈ-બહેનના પ્રેમના પરંપરાગત સંદેશ ઉપરાંત ઘણું બધું જોવા મળી રહ્યું છે. તેમાં સ્વદેશી ગૌરવ અને સરકારી પહેલો જેમ કે, વિકસિત ભારત, બ્રહ્મોસ અને મહિલા સશક્તીકરણની ઝલક જોવા મળે છે. વેપારીઓનું અનુમાન છે કે દેશમાં રાખડીનો વેપાર લગભગ રૂા.૨૫,૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે.
Confederation of All India Traders (CAIT)ના અંદાજ મુજબ, મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ, ભેટવસ્તુઓ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય સામાન સહિત રક્ષાબંધનના તહેવાર દરમ્યાન કુલ વેપાર રૂા.૩૦,૦૦૦ કરોડનો આંકડો પાર કરી શકે છે. એકલા દિલ્હીમાં આ વેપારનો હિસ્સો લગભગ રૂા.૪૦૦૦ કરોડ રહેવાની આશા છે.


