ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે આજે સી.પી. રાધાકૃષ્ણન

ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે આજે સી.પી. રાધાકૃષ્ણન
X

તા.12
ગત મંગળવારે સંસદમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં  ૭૮૧ મતમાંથી ૭૬૭ મત પડયા હતા. ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણનની જીત થયેલ. તેમજ વિપક્ષી ઉમેદવાર સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીનો 152 મતથી હરાવ્યા હતા  ત્યારે આજે સવારે 10વાગે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સી. પી. રાધાકૃષ્ણનને શપથ લેવડાવશે.
વધુમાં મળતી માહીતી મુજબ, નવા ઉપરાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ ઉપસ્થિત રહી શકે છે. કોંગ્રેસના અધ્યક્ષ ખડગે શપથગ્રહણ સમારોહમાં જોડાશે. જયારે રાહુલગાંઘી ગુજરાતના પ્રવાસે હોય તેથી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી નહિ આપે.