સોમનાથ - વેરાવળ ડીવીઝનમાં વીજ વપરાશ બીલ બાકી રકમ મેગા ડીસકનેશન ડ્રાઈવ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ, તા.૧૮
સોમનાથ - વેરાવળ પીજીવીસીએલ ડીવીઝન હસ્તકના સાત સબડિવીઝનોમાં ગઈકાલે એક દિવસીય વીજ બીલ વપરાશ બાકી રકમ ન ભરતા વિજ જાેડાણો કાપવાનો જાેરદાર મેગા ડીસકનેકશન ડ્રાઈય યોજાઈ હતી. વેરાવળ કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ કુલ ૯૪ ટીમો આ કાર્યવાહી માટે ઉતારવામાં આવી હતી અને કુલ ૨૦૮૬ વીજજાેડાણ બાકી રકમ ધારકો અંગે કાર્યવાહી કરવાની હતી કે જેની અંદાજીત રકમ રૂપીયા ૧૪૩. ૩૮ લાખ થવા જાય છે. મોડી સાંજ સુધી ચાલેલી આ કાર્યવાહીનો રીપોર્ટ કેટલા જાેડાણ કપાયા, કેટલી વસુલાત થઈ અને અન્ય વિગતો મેળવાઈ રહી છે જે મોડી સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે.


