પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ગરમાવો આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા

ચૂંટણીની તૈયારીઓ તેજ : પોરબંદર જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા માટે અમુક ઉમેદવારો જાહેર(પ્રતિનિધિ દ્વારા) ગોસા(ઘેડ) તા.૪ સમગ્ર રાજ્યમાં આગામી તા.૨૩ એપ્રિલે સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીની વિધિવત જાહેરાત થઈ ચૂકી છે. તે અનુસંધાને પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ તા. ૧૧ એપ્રિલે ઉમેદવારી પત્ર ભરાશે, તા. ૧૩ એપ્રિલે તેની ચકાસણી કરવામાં આવશે અને તા. ૧૫ એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે. મતદાન તા. ૨૬ એપ્રિલે સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે. જરૂર જણાય તો તા. ૨૭ એપ્રિલે પુન: મતદાન અને તા. ૨૮ એપ્રિલે મત ગણતરી હાથ ધરાશે. પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત તેમજ પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત તેમજ પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા અને સપા સહિતના પક્ષો મેદાનમાં ઉતર્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ માટે પોતાની બીજી યાદી જાહેર કરી છે. રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્યની ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઝડપી બનાવી છે. પોરબંદર જિલ્લા પંચાયતની કુલ ૧૮ બેઠકોમાંથી નીચે મુજબના ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં ખાગેશ્રી બેઠક – મેરૂભાઈ રણમલભાઈ ઓડેદરા, દેગામ બેઠક – સુમરીનેમ નાથાભાઈ કુછડીયા, મોઢવાડા બેઠક – નીતાબેન સાદીયા, રાણા કંડોરણા-૧ બેઠક – કરણ પુંજાભાઈ કોડીયાતર, રાણા કંડોરણા-૨ બેઠક – રાજેશ મગનભાઈ બુટાણી, વિસાવાડા બેઠક – હિતેશ મોઢવાડિયા આ ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકાના કેટલાક વોર્ડના ઉમેદવારો પણ જાહેર કરાયા છે જેમાં વોર્ડ નં. ૧ – નાથાભાઈ ભૂતિયા, નિલેશભાઈ ગોરસેરા, વોર્ડ નં. ૨ – ચેતન સવજાણી, વોર્ડ નં. ૩ – ભાવેશ કોડચા, વોર્ડ નં. ૫ – રમેશભાઈ ઓડેદરા, વોર્ડ નં. ૬ – ધમિર્ષ્ઠા રવિ રૂપાલ, વોર્ડ નં. ૧૦ – રાજેશ માંડવીયા, વોર્ડ નં. ૧૧ – ભલેજા ભીમા બચુભાઈ, વોર્ડ નં. ૧૩ – માલદેભાઈ ઓડેદરા, ઉર્વશી જયંતિગીરી અપારનાથી છે. આમ આદમી પાર્ટીએ આ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી છે. બાકીની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોની યાદી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે તેવી માહિતી પાર્ટીના મીડિયા સેલ દ્વારા આપવામાં આવી છે.

પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ગરમાવો આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૪
સમગ્ર રાજ્યમાં આગામી તા.૨૩ એપ્રિલે સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીની વિધિવત જાહેરાત થઈ ચૂકી છે. તે અનુસંધાને પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ તા. 11 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરાશે, તા. 13 એપ્રિલે તેની ચકાસણી કરવામાં આવશે અને તા. 15 એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે. મતદાન તા. 26 એપ્રિલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જરૂર જણાય તો તા. 27 એપ્રિલે પુન: મતદાન અને તા. 28 એપ્રિલે મત ગણતરી હાથ ધરાશે. પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત તેમજ પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત તેમજ પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા અને સપા સહિતના પક્ષો મેદાનમાં ઉતર્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માટે પોતાની બીજી યાદી જાહેર કરી છે. રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્યની ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઝડપી બનાવી છે. પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી નીચે મુજબના ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં ખાગેશ્રી બેઠક – મેરૂભાઈ રણમલભાઈ ઓડેદરા, દેગામ બેઠક – સુમરીનેમ નાથાભાઈ કુછડીયા, મોઢવાડા બેઠક – નીતાબેન સાદીયા, રાણા કંડોરણા-1 બેઠક – કરણ પુંજાભાઈ કોડીયાતર, રાણા કંડોરણા-2 બેઠક – રાજેશ મગનભાઈ બુટાણી, વિસાવાડા બેઠક – હિતેશ મોઢવાડિયા આ ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકાના કેટલાક વોર્ડના ઉમેદવારો પણ જાહેર કરાયા છે જેમાં વોર્ડ નં. 1 – નાથાભાઈ ભૂતિયા, નિલેશભાઈ ગોરસેરા, વોર્ડ નં. 2 – ચેતન સવજાણી, વોર્ડ નં. 3 – ભાવેશ કોડચા, વોર્ડ નં. 5 – રમેશભાઈ ઓડેદરા, વોર્ડ નં. 6 – ધમિર્ષ્ઠા રવિ રૂપાલ, વોર્ડ નં. 10 – રાજેશ માંડવીયા, વોર્ડ નં. 11 – ભલેજા ભીમા બચુભાઈ, વોર્ડ નં. 13 – માલદેભાઈ ઓડેદરા, ઉર્વશી જયંતિગીરી અપારનાથી છે. આમ આદમી પાર્ટીએ આ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી છે. બાકીની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોની યાદી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે તેવી માહિતી પાર્ટીના મીડિયા સેલ દ્વારા આપવામાં આવી છે.