સીએમ-પીએમના ડિપફેક વિડીયો દ્વારા સાયબર છેતરપીંડીથી સાવધાન રહેવા એડવાઈઝરી જાહેર
નવી દિલ્હી તા.૨૦
કેન્દ્ર સરકારે સાયબર છેતરપિંડી અંગે લોકોને સતર્ક કર્યા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર સાયબર ઠગો વડાપ્રધાન, નાણાં મંત્રી અને મુખ્યમંત્રીઓના નામ તથા ડીપફેક વીડિયોનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવી રહ્યા છે. એડવાઇઝરીમાં પાકિસ્તાનના +૯૨ કન્ટ્રી કોડવાળા નંબરો પરથી આવતા કૉલ અને વૉટ્સઍપ મેસેજ અંગે વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. જોકે, માત્ર કન્ટ્રી કોડના આધારે કોઈ કૉલને નકલી માની શકાય નહીં. કોઈપણ અજાણ્યા વ્યક્તિના દાવાઓની જરૂરથી ચકાસણી કરો. આ અંગે ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓડિર્નેશન સેન્ટર (I4C)ની નેશનલ સાયબરક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટે એડવાઇઝરી જાહેર કરી છે.


