ફુડ સેફટી ઓથોરીટીની સુપ્રિમ કોર્ટે જાટકણી કાઢી  કંપનીઓને નહીં નાગરીકોના આરોગ્યને પ્રાધાન્ય આપો

ફુડ સેફટી ઓથોરીટીની સુપ્રિમ કોર્ટે જાટકણી કાઢી  કંપનીઓને નહીં નાગરીકોના આરોગ્યને પ્રાધાન્ય આપો

(એજન્સી)  નવી દિલ્હી, તા.૧૧
મલ્ટીનેશનલ કંપનીઓનું હિત જોવાને બદલે નાગરિકોની આરોગ્ય ચિંતાઓને પ્રધાન્ય આપવાની કડક ટીપ્પણી કરવા સાથે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર તથા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને પ્રોસેસ્ડ ફૂડના પેકેટમાં આગળના ભાગે જ ચેતવણીના લેબલ લગાવવાનું ફરજીયાત કરવા આદેશ આવ્યો છે.
પેકેટમાં વેચેલા પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડ, નમક, ફેટ, કેલેરીઝની માત્રા સહિતની આરોગ્યને અસરકર્તા વિગતોથી નાગરિકો માહિતગાર થઇ શકે તે માટે આ નિયમ લાગૂ કરવા સૂચના આપી હતી.
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ જે.બી. પારડીવાલા તથા કે.વી. વિશ્વનાથનની બેંચે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટીના નબળા પ્રતિભાવ સામે અસંતોષ દર્શાવ્યો હતો. ઓથોરીટીએ રિસર્ચ માટે વધુ સમય માંગતા અદાલતે નારાજગી દર્શાવીને એવી ટીપ્પણી કરી હતી કે ઓથોરીટી કાર્યવાહી નહીં કરે તો કોર્ટ હસ્તક્ષેપ કરશે.
ઓથોરીટીને ત્રણ સપ્તાહનો સમય આપવાની સાથે અદાલતે એવી આકરી ટીપ્પણી કરી હતી કે ‘મલ્ટીનેશનલ કંપનીઓની ચિંતા કરવાના બદલે નાગરિકોના આરોગ્યની ચિંતા કરવી જોઇએ.‘