ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂા.૧૯૦૦૦નો તિવ્ર ઉછાળો : ભાવ રૂા.૩ લાખની નજીક
સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજીનો સીલસીલો યથાવત
(બ્યુરો) રાજકોટ, તા. ૧૫
સોના-ચાંદીના ભાવોમાં
રેકોર્ડબ્રેક તેજીનો સીલસીલો અટકવાનું નામ લેતો ન હોય તેમ આજે વધુ જોરદાર ભાવ વધારો થયો હતો. ચાંદી સડસડાટ ૩ લાખ તરફ આગળ ધપી રહી છે. તેવી જ રીતે સોનુ પણ ૧.૪૬ લાખના લેવલને વટાવી ગયું છે.
રાજકોટમાં આજે હાજર ચાંદી ૨,૮૯,૬૦૦ હતી. એક જ દિવસમાં તેમાં ૧૯,૦૦૦નો ધરખમ ભાવ વધારો થયો હતો. વિશ્વ બજારમાં તેજીની આગ લાગી હોવાથી તેની સીધી અસર રહી હતી. જોકે ગત રાત્રે અભુતપૂર્વ ઉછાળામાં વિશ્વ બજારમાં ચાંદીનો ભાવ ૯૧ ડોલરને પાર થઇ ગયો હતો.


