ઉત્તરપ્રદેશની મતદારયાદીમાંથી ર.૮૯ કરોડ નામ કપાયા 

૧૧ રાજયોમાંથી ૩.૬૯ કરોડ લોકોના નામ કમી થયા

ઉત્તરપ્રદેશની મતદારયાદીમાંથી ર.૮૯ કરોડ નામ કપાયા 

(એજન્સી)           લખનૌ તા.૨૭
યુપીમાં જીૈંઇ એટલે કે મતદાર યાદીના વિશેષ સઘન પુનરાવર્તનનું કામ પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં ૨.૮૯ કરોડ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે.
મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિણવાએ જણાવ્યું કે- જીૈંઇ થાય તે પહેલાં યુપીમાં કુલ ૧૫ કરોડ ૪૪ લાખ મતદારો હતા. ૨૬ ડિસેમ્બરે પ્રથમ તબક્કા હેઠળ ગણતરી પત્રો જમા કરાવવાનું અને ડિજિટલાઇઝેશનનું કામ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં ૨.૮૯ કરોડ મતદારો ઓછા થયા છે. અંતિમ આંકડા અને ડ્રાફ્ટ યાદી ૩૧ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
સૂત્રો અનુસાર, ૧.૨૬ કરોડ મતદારો એવા છે જેઓ યુપીની બહાર કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂક્યા છે. ૪૫.૯૫ લાખ મતદારોનું અવસાન થયું છે. ૨૩.૩૨ લાખ ડુપ્લિકેટ છે. ૮૪.૨૦ લાખ ગુમ છે અને ૯.૩૭ લાખે ફોર્મ જમા કરાવ્યા નથી. યુપીમાં ૧૫ દિવસની સમય મર્યાદા વધારવાથી લગભગ બે લાખ મતદારો વધ્યા છે.
આ પહેલા ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જીૈંઇ ડ્રાફ્ટ મતદાર યાદી આવી ચૂકી છે. જેમાં ૩.૬૯ કરોડ મતદારોના નામ હટાવવામાં આવ્યા છે.
જેમાં એમપીમાં ૪૨.૭૪ લાખ, છત્તીસગઢમાં ૨૭.૩૪ લાખ, કેરળમાં ૨૪.૦૮ લાખ, આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ૩.૧૦ લાખ મતદારો, પશ્ચિમ બંગાળમાં ૫૮.૨૦ લાખ, રાજસ્થાનમાં ૪૧.૮૫ લાખ, ગોવામાં ૧૧.૮૫ લાખ, પુડુચેરીમાં ૧.૦૩ લાખ, લક્ષદ્વીપમાં ૧,૬૧૬, તમિલનાડુમાં ૯૭ લાખ, ગુજરાતમાં ૭૩ લાખ મતદારોના નામ કાપવામાં આવ્યા છે.