ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના NCC કેડેટ્સ દ્વારા રેલી યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ, તા.૧૦
ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ (નૂન) દ્વારા તા. ૦૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ટી.બી. (ક્ષયરોગ) અંગે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ ટી.બી.ના લક્ષણો, સમયસર તપાસ, સારવાર અને તેની રોકથામ અંગે લોકોને માહિતગાર કરવાનો હતો.
રેલીમાં ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એસોસિયેટ NCC ઓફિસર કેપ્ટન ડૉ. સમીર જી. પંડ્યા, પ્રોફેસર ખુશી ડોડીયા તથા ૫૮ NCC કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલીનું આયોજન ગુજરાત કોલેજ કેમ્પસ તથા તેની આસપાસના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.
NCC કેડેટ્સ દ્વારા વિવિધ સૂત્રોચ્ચારો અને સંદેશાઓ દ્વારા ટી.બી. મુક્ત ભારતના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલી દરમિયાન સ્થાનિક લોકોમાં ટી.બી. અંગે જાગૃતિ લાવવા અને સમયસર સારવાર લેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રવૃત્તિ દ્વારા NCC કેડેટ્સમાં સામાજિક જવાબદારી, સેવાભાવ અને રાષ્ટ્રહિતની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


