લોઢવા ગામે શેરડીના પાકમાં લાગી આગ ૬ વીઘાનો શેરડી બળીને ખાખ

લોઢવા ગામે શેરડીના પાકમાં લાગી આગ ૬ વીઘાનો શેરડી બળીને ખાખ

લોઢવા તા ૧૧
સુત્રાપાડાના લોઢવા ગામે  બપોરે શેરડીના પાકમાં અચાનક લાગી હતી આગથી ભારે નુકસાન સર્જાયું હતું. લોઢવા ગુરુકુળની સ્કૂલના પાછળના ભાગે આવેલા પટેલ વાવના પા વિસ્તાર પાસે પરબતભાઈ હમીરભાઈ વાળા ના ખેતરમાં આ ઘટના બની હતી. માહિતી મુજબ, ખેતરમાં આવેલ પીજીવીસીએલના વીજ થાંભલા ઉપરના જમ્પરમાં શોર્ટ સર્કિટ થતા બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ ભભૂકી ઉઠી. આગ ઝડપથી ફેલાઈ જતા લગભગ ૬ વીઘા શેરડીનો વાડ બળી ખાખ થયો હતો. ખેડૂતને અંદાજે સાત લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળે છે. ગામના સરપંચ હીરાભાઈ વાઢેરે PGVCL ઉપર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. લાઇન મેન્ટેનન્સમાં ગંભીર ઉદાસીનતાના કારણે આ આ ઘટના બની હોવાનો સરપંચનો આરોપ છે. આગથી થયેલા ભારે નુકસાન માટે પીડિત ખેડૂતને વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે. આગ ની જાણ PGVCLને કરતા પીજીવીસીએલના અધિકારી હરપાલસિંહ જાદવ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા રોજ કામ કરી અને ઘટતું કરવા ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું.