ઉના શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવારા તત્વોનો આંતક, નિર્દોષ લોકોની ગાડીઓમાં તોડફોડ કરી

ઉના શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવારા તત્વોનો આંતક,  નિર્દોષ લોકોની ગાડીઓમાં તોડફોડ કરી

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. ૬
ઉના શહેર તાલુકા માં આવારા તત્વો બેકાબુ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ઉપરા છાપરી બળાત્કાર, છેડતી મારામારીના બનાવો આમ બન્યા છે. સાંજ પડતા નશાબાજ આવારા તત્વો નત નવા નશા કરી સાંજ પડતા જાણે સવાર પડી હોય તેમ ઉના વેરાવળ રોડ, ગીરગઢડા રોડ, બાયપાસ વડલા ચોક વિસ્તાર સહિત રોકડિયા હનુમાન,  ૮૦ ફુટ રોડ, મોદી ગ્રાઉન્ડમાં આવારા તત્વોે અડીંગો જમાવી મહેફિલો માણતા જાેવા મળે છે.
હાલની પરિસ્થિતિ પ્રમાણે  જાણે પોલીસની ધાક ઓસરી હોય તેવું હાલ ઉના શહેરની જનતામાં ગણગણાટ સાથે જવાબદારો સામે આક્રોશની આગ જાે વિકરાળ બને તો  નવાઈ નહીં. ગઈ બુધવારની પથ્થરમારાની ઘટનામાં  આંધળું બરૂ કુટાયું હોય તેવા ગણગણાટ સાથે આક્રોશ હાલ ઉના શહેરની જનતામાં જાેવા મળી રહ્યો છે.
આવનારા દિવસોમાં જાે ઉના શહેર પોલીસ કડક હાથે કામ નહીં લેતો હજુ પણ ગંભીર ઘટના બનતા વાર નહીં લાગે  સાંજ પડતા નશો કરી બાઈકમાં ત્રીપલ સવારીમાં આવારા તત્વો નીકળી બેફામ મોટર સાયકલ લઈ બેફામ થતા જાેવા મળે છે. જેથી ઉના શહેર ના વિવિધ વિસ્તારો માં પોલીસ નું પેટ્રોલિંગ વધારી નશા બાજ બાઈકમા નત નવા સ્ટન્ડ કરતા તત્વો ઉપર લગામ લગાવવી ખૂબ જરૂરી  છે. આવરતત્વો ઘાતક હથિયારો સાથે આંતક મચાવે તે પહેલા ઉપર જણાવેલ વિવિધ વિસ્તારોમાં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ કરી  માથાભારે  તત્વો ઉપર જવાબદાર અધિકારીઓ, કર્મચારી કડક હાથે કામ લે તેવી જનતામાં ઉગ્ર માગણી ઉઠવા પામી છે.