જૂનાગઢના અગ્રણી બિલ્ડર વિવેક ગોહેલની લઘુમતિ મોરચો તેમજ વોર્ડ નં.૧૪ના પ્રભારી તરીકે નિમણુંક

જૂનાગઢના અગ્રણી બિલ્ડર વિવેક ગોહેલની લઘુમતિ મોરચો તેમજ વોર્ડ નં.૧૪ના પ્રભારી તરીકે નિમણુંક

જૂનાગઢ તા.૦૬
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા દ્વારા મહાનગર જૂનાગઢના ભાજપના માળખામાં સંગઠનાત્મક કામગીરીને લઈને તાજેતરમાં જ નવી નિમણુંકો આપવામાં આવી છે અને સંગઠનને મજબુત બનાવવા કાર્યવાહી કરવામાં આવી છે.
જૂનાગઢ મહાનગરના ૧પ વોર્ડના પ્રભારીની નિયુક્તી તેમજ વિવિધ મોરચાના પ્રભારીની પણ નિયુક્તી કરવામાં આવી છે. આ દરમ્યાન જૂનાગઢના પૂર્વ મેયર ધીરૂભાઈ ગોહેલના પુત્ર અને જાણીતા બિલ્ડર વિવેકભાઈ ગોહેલને પણ નવી જવાબદારી સોંપવામાં આવી છે અને વોર્ડ નં.૧૪ના પ્રભારી તેમજ લઘુમતિ મોરચાનાં પ્રભારી તરીકે નિયુક્તી આપવામાં આવી છે ત્યારે વિવેકભાઈ ગોહેલને તેમના સ્નેહીઓ, મિત્ર સર્કલ દ્વારા વ્યાપક આવકાર સાથે અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.