જૂનાગઢ જિલ્લામાં ઈંધણની અછત અંગેનો દુષ્પ્રચાર પાયાવિહોણો : વહીવટી તંત્ર દ્વારા અફવાઓથી દૂર રહેવા જાહેર જનતાને અપીલ

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: સંગ્રહખોરી કે કાળાબજારી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

જૂનાગઢ જિલ્લામાં ઈંધણની અછત અંગેનો દુષ્પ્રચાર પાયાવિહોણો : વહીવટી તંત્ર દ્વારા અફવાઓથી દૂર રહેવા જાહેર જનતાને અપીલ

જૂનાગઢ તા.૬

હાલની પ્રવર્તમાન સ્થિતિ ઘ્યાને લઈ વાહનના ઇંધણ જેમ કે, પેટ્રોલ, ડીઝલ, સી.એન.જી ગેસ તથા એલ.પી.જી ગેસની અછત ઉપસ્થિત થયેલ છે અથવા તો અછત ઉપસ્થિત થના૨ હોવાનો લોકોમાં દુષ્પ્રચાર થયેલ છે. આ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલ જૂનાગઢ જિલ્લામાં આવી કોઈ પરિસ્થિત ઉપસ્થિત થયેલ નથી કે ઉપસ્થિત થવાનો હાલ કોઈ સંભવ નથી.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા કલેકટરશ્રી દ્વારા આ બાબતે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ આવી કોઈ પરિસ્થિતિ સજાયેલ નથી. જેથી આવા દુષ્પ્રચારથી લોકોએ અળગા રહેવું. પેટ્રોલ, ડીઝલ કે વાહનમાં વપરાત અન્ય ઈંધણ/પેટ્રોલીયમ પદાર્થની સંગ્રહખોરી કરવી કે, કાળાબજારી કરવી એ સજાને પાત્ર ગુન્હો છે.
જો કોઈ ઈસમ આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ હાથ ધરશે અથવા તો આવી કોઈ ગેરકાયદેસરની પ્રવૃતિમાં મદદગારી કરશે, તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા આવશ્યક ચીજવસ્તુઓના કાળાબજાર થતા અટકાવવા અને પુરવઠો જાળવી રાખવા બાબતના અધિનિયમ-૧૯૮૦ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.