જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા જુગાર અંગે વ્યાપક દરોડા : ૧૦ મહિલા સહિત ર૭ને ઝડપી લીધા

જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા જુગાર અંગે વ્યાપક દરોડા : ૧૦ મહિલા સહિત ર૭ને ઝડપી લીધા

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૦
જૂનાગઢ તાલુકા પોલીસે જુગાર અંગે દરોડાઓ પાડી ૧૦ મહિલા સહિત ર૭ને જુગાર રમતા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસે રેખાબેન દિલુભાઈ વાળાના માલીકીના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો પાડી રેખાબેન વાળા સહિત જુગાર રમવા આવેલ ફરીદાબેન અમીનભાઈ હાલા, પુજાબેન મનોજભાઈ પીપળીયા, હંસાબેન પ્રતાપભાઈ વાળા, નિધીબેન જગદીશભાઈ પરમાર, મીરલબેન વિશાલભાઈ નૈના, અક્ષયભાઈ દિલીપભાઈ ઉગેજા, રોહીતભાઈ મુકેશભાઈ ઉગેજા અને પરેશભાઈ ભરતભાઈ ચાવડાને રૂા.૧૬૪૧૦ રોકડ, નાલના રૂા.૪૦૦૦, ૬ મોબાઈલ મળી કુલ રૂા.૮૦૪૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે અન્ય દરોડામાં ડુંગરપુર ગામે જાહેરમાં જુગાર રમતા નફીસાબેન યાસીનભાઈ લાઘા, સબાનાબેન અમીરશા જલાલી, શારદાબેન દેવશીભાઈ કાબા, મહમદભાઈ જુમાભાઈ ચૌાણ, એહમદખાન ઉર્ફે શોહીલખાન પઠાણ, તોફીક ઉમરભાઈ સુમરા અને અજરભાઈ રફીકભાઈ હુશેનબીનને જૂનાગઢ તાલુકા પોલીસે રૂા.૧૦૩૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ તેમજ સાબલપુરના પુલ પાસે જાહેરમાં જુગાર રમતા મંજુબેન રસીકભાઈ રાઠોડ, અલીભાઈ હમીરભાઈ અબડા અને જાકીરભાઈ રાજેશ પટેલને રૂા.૪૧ર૦ના મુદ્દામાલ સાથે જૂનાગઢ તાલુકા પોલીસે ઝડપેલ અને વડાલ ગામે જાહેરમાં જુગાર રમતા દેવશીભાઈ મંગાભાઈ સોંદરવા, બાબુભાઈ પીઠાભાઈ પરમાર, રાજેશભાઈ રાણાભાઈ વઘેરા, પ્રફુલભાઈ નાથાભાઈ વાઘેલા, દેવજીભાઈ ભલાભાઈ વઘેરા, મનજીભાઈ કરશનભાઈ સોલંકી, મગનલાલ પુરષોતમભાઈ મકવાણાને રૂા.૮૩ર૦ના મુદ્દામાલ સાથે જૂનાગઢ તાલુકા પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.