૧૫મી ઓગસ્ટના રોજ  જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માળિયાહાટીના તાલુકાના આરોગ્ય તંત્રની  સિદ્ધિ બદલ ઉર્જા અને કાયદાર રાજયમંત્રી કૈોશિકભાઈ વેકરિયાના હસ્તે સન્માન

૧૫મી ઓગસ્ટના રોજ  જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માળિયાહાટીના તાલુકાના આરોગ્ય તંત્રની  સિદ્ધિ બદલ ઉર્જા અને કાયદાર રાજયમંત્રી કૈોશિકભાઈ વેકરિયાના હસ્તે સન્માન

જૂનાગઢ,તા. ૧૭
દેશના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ અવસરે માળિયા હાટીના તાલુકાના આરોગ્ય ક્ષેત્રે મેળવેલી બેવડી સિદ્ધિ બદલ સમગ્ર તાલુકાનું ગૌરવ વધ્યું છે.
કેન્દ્ર સરકારના ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં માળિયા તાલુકાએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. માળિયા તાલુકાની કુલ ૬૮ ગ્રામ પંચાયતોમાંથી ૫૭ ગ્રામ પંચાયતોને 'ટી.બી. મુક્ત' જાહેર કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે માળિયા તાલુકાને 'ટી.બી. મુક્ત ઉત્કૃષ્ટ તાલુકા' તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, માળિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ગડુ દ્વારા સંસ્થાકીય પ્રસુતિમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં સૌથી વધુ 'નોર્મલ ડિલિવરી' કરાવનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરીકે ગડુ પીએચસીને સન્માનિત કરાયું હતું.
આ સફળતા બદલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સાલ્વી, જિલ્લા ક્ષય અધિકારી ડો ચંદ્રેશ વ્યાસ, તાલુકા આરોગ્ય અધિકારી માળિયા ડો ડાભી, ગડુ પીએચસીનો સમગ્ર સ્ટાફ, એમ.પી.એચ.એસ., એમ.પી.એચ.ડબલ્યુ., એ.એન.એમ., આશા વર્કર બહેનો અને માળિયા તાલુકાની આરોગ્યની સમગ્ર ટીમને વહીવટી તંત્ર અને જન પ્રતિનિધિઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.