માંગરોળની સરદાગ્રામ બી.આર.એસ કોલેજમાં રેડ રીબીન ક્લબ અંતર્ગત એચ.આઈ.વી.જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ, તા.ર૩
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય. જીસેક્સ તેમજ સરકાર સુચના અન્વયે આજરોજ ૨૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બી.આર.એસ. કોલેજ શારદાગ્રામમાં આઈ.સી.ટી.સી - આર.એચ. એન્ડ સી.એચ.સી - માધવપુર જિલ્લો પોરબંદરના કાઉન્સેલર ચેતન જોશી તેમજ લેબ. ટેક નીતિન ભુવા અને માંગરોળ ICTC - સેન્ટરના પ્રતાપસિંહ પરમાર માંગરોળ દ્વારા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડૉ કામિલ, ડીપીઓ , પોરબંદર તેમજ દિશા ડાપકુ ટીમના માર્ગદર્શન હેઠળ રેડ રીબીન ક્લબ અંતર્ગત સરકારી હોસ્પિટલ માધવપુરના આઈ.સી.ટી.સી. વિભાગ દ્વારા એચઆઈવી/એઇડ્સ અંગેની જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવેલ, જે અંતર્ગત અને કોલેજના પ્રિન્સિપાલ અને NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. પાંડિયા તેમજ કોલેજ સ્ટાફ દ્વારા ખૂબ જ સારો એવો સાથ સહકાર મળેલ, આ પ્રોગ્રામ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને એચ.આઇ.વી. એઇડ્સ, હિપેટાઇટિસ બી અને સી, ટીબી, જાતીય રોગ તથા અન્ય રોગો વગેરે અંગે માહિતગાર કરવામાં આવ્યા જેમાં ૪૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આચાર્ય તેમજ વિદ્યાર્થી દ્વારા પ્રશ્નોત્તરી કરી ચર્ચા કરવામાં આવી. તદઉપરાંત વિદ્યાર્થીઓની આરોગ્યલક્ષી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી અને વિજેતા સ્પર્ધકોને શિલ્ડ તથા મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


