અમેરીકાની અદાલતે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાને રપ અબજ ડોલરનો દંડ ફટકાર્યો

અમેરીકાની અદાલતે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાને રપ અબજ ડોલરનો દંડ ફટકાર્યો

(એજન્સી)       અમેરિકા તા.૨૨:
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સને યુઝર્સના વ્યક્તિગત ડેટાની સુરક્ષા અંગે ગેરમાર્ગે દોરવા બદલ અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યની અદાલતે ૨૫ અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. અમેરિકાના કોર્પોરેટ ઇતિહાસમાં કંપની સામેના આ સૌથી મોટા નાણાકીય દંડ પૈકીનો એક છે. જ્યુરીએ સપ્ટેમ્બર મહિનામાં મેટા દ્વારા યુઝર્સને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું ઠરાવ્યું હતું.
આ કેસ વર્ષ ૨૦૨૧માં દાખલ કરવામાં આવ્યો હતો. ૨૦૧૬ની અમેરિકી પ્રમુખપદની ચૂંટણી દરમિયાન રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ તૃતીય પક્ષની એપ્લિકેશન મારફતે લાખો ફેસબુક યુઝર્સનો વ્યક્તિગત ડેટા મેળવ્યો હોવાના અહેવાલો બાદ વિવાદ સર્જાયો હતો. આ ડેટાનો ઉપયોગ મતદારોની પ્રોફાઇલિંગ અને તેમને લક્ષ્ય બનાવી રાજકીય જાહેરાતો પહોંચાડવા માટે થયો હતો.