બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે રાસ-ગરબા મહોત્સવ યોજાયો

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે રાસ-ગરબા મહોત્સવ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.રર
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે સપ્તધારાની ગીત-સંગીત-નૃત્યધારા દ્વારા ‘રાસ-ગરબા મહોત્સવ ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૯ કલાકે કોલેજના મધ્યસ્થખંડમાં કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનો ‘રાસ-ગરબા મહોત્સવ ૨૦૨૬’માં જોડાયાં હતાં. ડો. જે. આર. વાંઝાસાહેબ, તમામ અધ્યાપકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ આરતીમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ પ્રાચીન રાસ ગરબામાં થનગનાટ દાખવ્યો હતો. આ કાર્યક્રમમાં સપ્તધારાના કો-ઓડીનેટર ડો. આલોક વાઘેલા, ડો. જીગ્નેશ કાચાએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. ગૌરાંગભાઈ જાનીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે પ્રા. ડો. જાગૃતીબેન વ્યાસ, પ્રા. ક્ષિતિબેન વૈષ્ણવ પ્રા. જાનવીબેન સાકરીયાએ સેવાઓ આપી હતી. વિજેતા વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન બહેનો પ્રથમ જાદવ સાધના, દ્વિતીય વાળા કવિતા, તૃતીય મોભ ઋષિતા, શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન ભાઈઓમાં પ્રથમ વાલસુર સાહીલ, દ્વિતીય ખરા સાહિલ, તૃતીય વસાવડા પર્વ શ્રેષ્ઠ ખેલૈયા(બેસ્ટ પર્ફોર્મન્સ) બહેનોમાં પ્રથમ માણેક પાયલ, દ્વિતીય વ્યાસ રિદ્ધિ, તૃતીય બારસીયા વિશ્વા, શ્રેષ્ઠ ખેલૈયા(બેસ્ટ પર્ફોર્મન્સ) ભાઈઓમાં પ્રથમ વસાવડા નમ્ય, દ્વિતીય ચુડાસમા પારસ, તૃતીય ચૌહાણ વિશાલ. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ ડો. જે. આર. વાંઝાસાહેબે પ્રેરણાત્મક વક્તવ્ય દ્વારા બિરદાવ્યા હતા. નવરાત્રિના ‘રાસ ગરબા મહોત્સવ ૨૦૨૬’ના આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમા વિશિષ્ટ ઉર્જાનો સંચાર થયો હતો.