ઈરાન-અમેરીકા વચ્ચે તનાવ વધતા ક્રુડ ઓઈલનો ભાવ સર્વાધિક ૧ર૬ ડોલરે પહોંચતા વિશ્વવ્યાપી હાહાકાર

ઈરાન-અમેરીકા વચ્ચે તનાવ વધતા ક્રુડ ઓઈલનો ભાવ સર્વાધિક ૧ર૬ ડોલરે પહોંચતા વિશ્વવ્યાપી હાહાકાર

વોશિંગ્ટન તા.30 
વૈશ્વિક રાજકારણમાં ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવની સીધી અસર આર્થિક બજાર પર જોવા મળી રહી છે. ઈરાન પર સંભવિત સૈન્ય હુમલાના અહેવાલોને પગલે બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવમાં 7.1 ટકાનો તોતિંગ ઉછાળો આવતા ક્રુડ પ્રતિ બેરલ 126.41 ડોલરની ચાર વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. આ ઉછાળાની સૌથી માઠી અસર ભારતીય અર્થતંત્ર પર પડી છે, જેમાં રૂપિયો ડોલર સામે તૂટીને 95.3250ની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. એક્સિઓસના અહેવાલ મુજબ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના એડમિરલ બ્રેડ કૂપર ઈરાન સામેના સૈન્ય વિકલ્પો અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને માહિતગાર કરવાના છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વધતા અવરોધને દૂર કરવા માટે ઈરાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ‘ટૂંકા અને શક્તિશાળી‘ હુમલાની યોજના તૈયાર કરવામાં આવી હોવાના સમાચારથી એશિયન ટ્રેડિંગમાં બ્રેન્ટ ક્રૂડ 126.41 ડોલર અને વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI) 110.31 ડોલર પર પહોંચી ગયું હતું.