ઉના તાલુકાના ખાણ પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્ય કક્ષાના ગૌરવપૂર્ણ એવોર્ડથી સન્માનિત

ઉના તાલુકાના ખાણ પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્ય કક્ષાના ગૌરવપૂર્ણ એવોર્ડથી સન્માનિત

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૧પ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાણ પ્રાથમિક શાળાના શિક્ષિકા નીતાબેન વી. સોલંકીને રાજ્ય કક્ષાના ગૌરવપૂર્ણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. છેલ્લા ૧૫ વર્ષથી વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ, પશુ-પક્ષી સેવા, પ્લાસ્ટિક મુક્ત સમાજ ઝુંબેશ, લુપ્ત પ્રાય: પક્ષી ચકલી માળાનું વિતરણ તથા ઘરે પણ વ્યવસ્થા. શ્રી રવિશંકરજીની પ્રેરણાથી અને આઈ.ઇ.એ.ના સંયુક્ત ઉપક્રમે કે.ટી. પરિવારના સહયોગથી આખા રાજ્યમાં એક દિવસે ૬૦૦,૦૦૦ જેટલા વૃક્ષોનવૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. ખાસ તો એક પેડ મા કે નામ " કાર્યક્રમ અંતર્ગત યોજ્યામાં આવ્યો જેમાં ૨૦૦૦ જેટલી શાળાઓ તથા ૧૫,૦૦૦ જેટલા વિયાર્થીઓ તથા જાગ્રત નાગરિકોના સહયોગથી આ કાર્યકમ સફળ રહ્યો હતો. જે એક વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. જેની નોંધ આઈ. ઈ. એ. બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નોંધ કરવામાં આવી. આ પ્રેરણાદાયી અને વિસ્મયકારી પ્રવૃતિના સહયોગ બદલ પ્રકૃતિ મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ એવોર્ડ પ્રાપ્ત થતા ઉના તાલુકામાં ખુશીનો માહોલ છવાયો છે. કારણ કે શાળા, ઘર, અને કુટુંબ, તાલુકા તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે.