ઉના ની એચ. એમ. વી. કોલેજ ના બે કેડેટ દિલ્હી થલ સેના કેમ્પ માં પસંદગી પામ્યા

ઉના ની એચ. એમ. વી. કોલેજ ના બે કેડેટ દિલ્હી થલ સેના કેમ્પ માં પસંદગી પામ્યા

સમાચાર ઉના:

ઉનામાં આવેલ એચ. એમ. વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા એન. સી. સી. કેડેટ જલ્પા બેન ડી. ભાલીયા અને મેહુલ ભાઈ બી. વાળા આર્મીની કઠીન પસંદગી પ્રક્રિયા બાદ થલ સેના કેમ્પ દિલ્હી માટે પસંદ કરવામાં આવ્યા છે. અતિ મહત્વ પૂર્ણ કેમ્પ માટે પસંદ થવું કઠિન છે. સતત પાંચ કેમ્પમાં ફાયરિંગ, ઓપ્સ્ટિકલ, મેપિંગ રીડિંગ વિગેરેમાં બેસ્ટ દેખાવ કરી દિલ્હી કેમ્પમાં પસંદગી પામતા બન્ને કેડેટોને ૮ ગુજરાત બટાલિયન કમાન્ડિંગ ઓફિસર કર્નલ ત્યાગી, NCC ઓફિસર અને ઈનચાર્જ કોલેજના આચાર્ય પી. એમ. ધાંધલા, કોલેજના ટ્રસ્ટી ગણ, સ્થાનિક સમિતિ કોલેજ પરિવારે અભિનંદન આપ્યા હતા.