ગીર સોમનાથ જીલ્લાના હરમડીયા સ્ટેશને રેલ્વેના નિર્ણય સામે પ્રતિક ઉપવાસનો પ્રારંભ

ગીર સોમનાથ જીલ્લાના હરમડીયા સ્ટેશને રેલ્વેના નિર્ણય સામે પ્રતિક ઉપવાસનો પ્રારંભ

ગીર સોમનાથ તા.૧૮
ગીર સોમનાથ જીલ્લાના હરમડીયા સ્ટેશને રેલ્વેના નિર્ણય સામે પ્રતિક ઉપવાસનો પ્રારંભ થયો છે. ટ્રેનો બંધ અને સમય પત્રકના ફેરફારથી મુસાફરો પર ભારે અસર પહોંચી છે અને જેને કારણે જૂનાગઢ-દેલવાડા, વેરાવળ-દેલવાડા રૂટ બંધ થતા પરિવહન ખોરવાયું છે. ત્યારે હજારો લોકો માટે ટ્રેન સેવા જીવનરેખા સમાન હોય, જેથી રેલ્વેના નિર્ણય સામે લોકોમાં ઉગ્ર રોષ જાેવા મળ્યો છે. હરમડીયા સ્ટેશને ગ્રામજનોએ સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જયારે કેટલાક સ્થળોએ ટ્રેન રોકી અને તંત્રને ચેતવણી પણ આપવામાં આવી છે. લોકોની માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.