વેરાવળ કોલેજ ઑફ ફિશરીઝ સાયન્સ ખાતે વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી

વેરાવળ કોલેજ ઑફ ફિશરીઝ સાયન્સ ખાતે વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી

વેરાવળ તા. ૧૧
કોલેજ ઑફ ફિશરીઝ સાયન્સ, વેરાવળની રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા પ્રિન્સિપાલ ડૉ. આર. વી. બોરીચાંગરના માર્ગદર્શન હેઠળ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને વન્યજીવ જાગૃતિઅંગે જનજાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ.જિતેશ સોલંકીના સંકલન હેઠળ વિદ્યાર્થીઓએ સિંહનામાસ્ક પહેરીને વિશ્વ સિંહદિવસની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણ, જૈવવિવિધતાઅને પર્યાવરણ રક્ષણ અંગે જાગૃતિ સંદેશો આપ્યા હતા. સિંહના માસ્ક સાથે યોજાયેલી આઅનોખી ઉજવણી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનેગીરના એશિયાટિક સિંહોના મહત્વ, તેમના કુદરતી આવાસનાસંરક્ષણ અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. વક્તાઓએજણાવ્યું હતું કે સિંહો ગુજરાતની ગૌરવશાળી ઓળખ છે અને તેમના સંરક્ષણ માટે સમાજનાદરેક વર્ગે જવાબદારીપૂર્વક યોગદાન આપવું જરૂરી છે.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએવન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો.