બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નિવાસ સ્થાને ઈન્કમટેકસના દરોડા

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નિવાસ સ્થાને ઈન્કમટેકસના દરોડા
BBC

(એજન્સી)          મુંબઈ તા.૧૯ :
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી મુશ્કેલીમાં ફસાઇ ગઈ છે.  આજે આવકવેરા વિભાગની એક ટીમે શિલ્પાના મુંબઈમાં જુહુ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી બેંગ્લોરમાં તેની પ્રખ્યાત હોટેલ "બેસ્ટિયન ગાર્ડન સિટી" સંબંધિત કેસના સંદર્ભમાં કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે IT ટીમો ફક્ત મુંબઈમાં જ નહીં પરંતુ બેંગલુરુમાં પણ હોટલના સ્થળો પર દરોડા પાડયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હોટલના નાણાકીય વ્યવહારોમાં કથિત નાણાકીય અનિયમિતતાઓ અને કરચોરીની ફરિયાદો બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. શિલ્પા શેટ્ટીએ ૨૦૧૯ માં બેસ્ટિયન હોસ્પિટાલિટીમાં ૫૦ ટકા 
હિસ્સો ખરીદ્યો હતો. આ કંપની ઉદ્યોગપતિ રણજીત બિન્દ્રાની માલિકીની છે. આવકવેરા વિભાગ બેસ્ટિયન પબના નાણાકીય રેકોર્ડ અને ખાતાઓની બારીકાઈથી તપાસ કરી રહ્યું છે.