અભિનેત્રી દિશા પટણીના બરેલી સ્થિત ઘરે થયો ગોળીબાર
મુંબઈ, તા.૧૩
બરેલી: બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના ઘરે ફાયરિંગની ઘટના સામે આવી છે. જાેકે, આ ઘટના મુંબઈમાં નહીં, પરંતુ ઉત્તર પ્રદેશમાં બની છે. દિશા પટણીના બરેલી સ્થિત નિવાસસ્થાને ગઈકાલે રાત્રે અજાણ્યા બદમાશોએ ગોળીબાર કર્યાે હતો. આ ઘટના વહેલી સવારે લગભગ ૩:૩૦ વાગ્યે બની હતી.અજાણ્યા હુમલાખોરોએ ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જાેકે, આ ફાયરિંગને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં ગેંગસ્ટર રોહિત ગોદારાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, “જય શ્રી રામ બધા ભાઈઓને રામ રામ. હું, વીરેન્દ્ર ચરણ, મહેન્દ્ર સરન (ડેલાણા). ભાઈઓ, આજે ખુશ્બુ પટણી/દિશા પટણી (બોલીવુડ અભિનેત્રી) ના ઘર (વિલા નંબર ૪૦, સિવિલ લાઇન્સ, બરેલી, ઉત્તર પ્રદેશ) પર જે ગોળીબાર થયો તે અમારા દ્વારા કરવામાં આવ્યો હતો.


