કંગના રનૌતનું વિવાદાસ્પદ નિવેદન : નવી પેઢીની ભારતીય મહિલાઓને ગટર છાપ કહી
નવી દિલ્હી તા.28
સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતે નવી પેઢીની ભારતીય મહિલાઓને 'ગટર છાપ' કહી. કંગનાનું કહેવું છે કે આ મહિલાઓ સ્વતંત્ર મહિલાઓનો વાદ કરી નશો કરવો, દારૂ પીવો અને અસંખ્ય પુરુષો સાથે યૌન સંબંધ બાંધવાને સ્વતંત્રતા કહે છે.કંગનાએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાંથી લખ્યું છે, 'સૌથી શરમજનક વાત એ યુવા હિંદુ મહિલાઓનું વર્તન છે, જે સ્વતંત્ર અને કારકિર્દી બનાવતી મહિલાઓના જીવનની નકલ કરવા માંગે છે, પરંતુ તે આઝાદી સાથે આવતી જવાબદારીઓને નિભાવવા માંગતી નથી. સ્વતંત્ર મહિલાઓ વિદ્રોહી ર્નિણયો લે છે, સ્પષ્ટ અભિપ્રાય રાખે છે, પરંપરાઓથી હટીને કારકિર્દી પસંદ કરે છે અને પોતાના દરેક ર્નિણયની સંપૂર્ણ જવાબદારી પણ ઉઠાવે છે. તેમને પોતાના કર્મોની કિંમત પોતે જ ચૂકવવી પડે છે. તે પોતાના માતા-પિતા કે પરિવારના ભોગે આવું કરતી નથી.' કંગના રનૌતના ભારતીય મહિલાઓ અંગેની આ પોસ્ટે ભારે વિવાદ સર્જી દીધો છે અને તેની આકરી ટીકા કરવામાં આવી રહી છે.


