આવકવેરા વિભાગમાં રપ.૬૪ લાખ કેસ પેન્ડીંગ : અપીલોનો ખડકલો
(એજન્સી) નવી દિલ્હી તા.૧૯:
ઇન્કમટેક્સમાં કરદાતાના કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવતો નહીં હોવાના કારણે અપીલ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કેસનો નિકાલ નહીં થવાના કારણે છેલ્લા પાંચ વર્ષમાં ૨૫.૬૪ લાખ કેસનો નિકાલ કરવાનો હજુ બાકી છે. આ કેસનો નિકાલ નહીં થવાના લીધે ૮૮.૭૦ કરોડ રૂપિયાની વસૂલાત થઈ શકી નથી. ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા સ્ક્રુટિની દરમિયાન કરદાતાએ ટેક્સ ઓછો ભર્યો હોય તેવા કિસ્સામાં રિકવરી માટે નોટિસ આપતા હોય છે અથવા તો કોઈ કરદાતાએ ઓછો ટેક્સ ભર્યો હોય તો બાકી રહેલો ટેક્સ ભરવા માટે પણ નોટિસ આપવામાં આવતી હોય છે.


