અમેરિકામાં રિલાયન્સ વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે

અમેરિકામાં રિલાયન્સ વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે

(એજન્સી)        વોશિંગ્ટન તા.૧૧
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસમાં ૩૦૦ અબજ ડોલર (લગભગ ૨૫.૩૫ લાખ કરોડ રૂપિયા)ની ઓઈલ રિફાઇનરીની જાહેરાત કરતા ભારત અને તેની સૌથી મોટી પ્રાઇવેટ એનર્જી કંપની રિલાયન્સનો આભાર માન્યો.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં છેલ્લા ૫૦ વર્ષમાં પ્રથમ નવી ઓઈલ રિફાઇનરી બનાવવા માટે ભારત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પ્રશંસા કરી છે. ટ્રમ્પે તેને એક ઐતિહાસિક રોકાણ ગણાવતા કહ્યું કે આ ‘અમેરિકા ફર્સ્ટ‘ નીતિની મોટી જીત છે. આ પ્રોજેક્ટથી અમેરિકા ઉર્જા ક્ષેત્રે ફરીથી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માગે છે.
૩૦૦ અબજ ડોલરની છે આ ડીલ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ‘ પર આ પ્રોજેક્ટની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં બનનારી આ રિફાઇનરી ૩૦૦ અબજ ડોલરની મોટી ડીલનો ભાગ છે.
ટ્રમ્પના મતે, આ અમેરિકી ઇતિહાસનો સૌથી મોટી ડીલ છે. જોકે, હજુ એ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી કે પૂરી ૩૦૦ અબજ ડોલરની રકમ ભારત સાથે થયેલા કરારનો જ ભાગ છે કે તેમાં અન્ય ભાગીદારો પણ સામેલ છે.