ઈઝરાયલ યુધ્ધ વિરામ માટે તૈયાર ટ્રમ્પે ર૦ મુદ્દાની ફોમ્ર્યુલા રજુ કરી
વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ-નેતાન્યાહુ વચ્ચે મંત્રણા યોજાઈ
(એજન્સી) વોશિંગ્ટન તા.૩૦
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ ગાઝામાં યુદ્ધવિરામ
પર સંમત થયા છે.
સોમવારે રાત્રે વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બંને નેતાઓએ આ જાહેરાત કરી હતી. ટ્રમ્પે યુદ્ધવિરામ માટે ૨૦-મુદ્દાની યોજના તૈયાર કરી છે.
ટ્રમ્પે કહ્યું કે જો હમાસ આ યોજના સ્વીકારશે નહીં, તો ઇઝરાયલને તેને ખતમ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, અને અમેરિકા તેને સમર્થન આપશે. નેતન્યાહૂએ ઉમેર્યું કે, ગાઝામાં શાંતિપૂર્ણ વહીવટ હશે. હમાસના બધા શસ્ત્રો દૂર કરવામાં આવશે, અને ઇઝરાયલ ધીમે ધીમે ગાઝામાંથી ખસી જશે.
નેતન્યાહૂએ ચેતવણી આપી હતી કે આ કાર્ય સરળ હોય કે મુશ્કેલ, પૂર્ણ કરવામાં આવશે. જો હમાસ યોજના સ્વીકારવાનો ઇન્કાર કરે છે, તો ઇઝરાયલ તેને પોતાની મેળે પૂર્ણ કરશે.
દરમિયાન, હમાસે કહ્યું છે કે તેને યુધ્ધવિરામ માટે ઔપચારિક ઓફર મળી નથી અને તેણે પોતાના શસ્ત્રો સોંપવાનો ઇનકાર કર્યો છે.


