કેનેડામાં પંજાબી યુ-ટયૂબરની ચાકુના ઘા ઝીંકી કરપીણ હત્યા

કેનેડામાં પંજાબી યુ-ટયૂબરની ચાકુના ઘા ઝીંકી કરપીણ હત્યા

(એજન્સી)          ટોરેન્ટો તા.૬:
કેનેડામાં રહેતી પંજાબી મૂળની સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર અને યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા થઈ છે. આ ઘટનાથી કેનેડામાં રહેતા ભારતીય સમુદાય અને સોશિયલ મીડિયામાં ચિંતાનો માહોલ છે. ૪૫ વર્ષીય નેન્સી ગ્રેવાલની અજાણ્યા શખસે તેના ઘરમાં ઘૂસીને છરીના ઘા માર્યા હતા. કેનેડાની લાસેલ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવારે રાત્રે ૯:૩૦ વાગ્યાની આસપાસ બની હતી. પોલીસને માહિતી મળી હતી કે કોઈ વ્યક્તિએ વિન્ડસર વિસ્તારમાં નેન્સી ગ્રેવાલના ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કર્યો હતો અને ગંભીર ઈજા પહોંચાડીને ભાગી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ઇમરજન્સી સવિર્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નેન્સી ગ્રેવાલને ઘાયલ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડોકટરો તેને બચાવી ના શક્યા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.