નેત્રમ સી.સી.ટી.વી. કેમેરાથી ભૂલથી બદલાયેલ બાઇક પોલીસે શોધી પરત આપ્યું

નેત્રમ સી.સી.ટી.વી. કેમેરાથી ભૂલથી બદલાયેલ બાઇક પોલીસે શોધી પરત આપ્યું

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.પ
પોરબંદરમાં કનકાઈ માતાના ગેટ પાસે પાર્ક કરેલા બાઈક ને ભૂલથી લઈ જવાતા નેત્રમ સી.સી. ટી.વી. કેમેરાના માધ્યમથી પોલીસે શોધી એક બીજના બદલાયેલા બાઈક  પરત આપવ્યા. ગત તા.૩-૩-૨૦૨૬ના રોજ ક.૨૧:૩૦ થી ૨૩:૦૦ સમયગાળા દરમિયાન અરજદાર યોગેશભાઇએ હોન્ડા કંપનીનું સાઇન બાઇક જેની અંદાજીત કિ.રૂા.૪૭,૦૦૦/- જે કનકાઇ માતા મંદીર, ચોપાટી ગેટ, પોરબંદર પાસે પાર્ક કરેલ હતું જે ચોપાટીથી પરત આવી જોતા ત્યાં જોવા ન મળેલ જેથી અરજદાર નેત્રમ કમાન્ડ શ્ કંટ્રોલ સેન્ટર ખાતે રૂબરૂ આવતા બાઇક ગુમ બાબતે જણાવતા નેત્રમ ઈન્ચાર્જની સુચનાથી નેત્રમ સ્ટાફ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત આસપાસના સીસીટીવી લોકેશનો ચેક કરતા ઉપરોક્ત રજી.નં. વાળું બાઇક કોઇ ઇસમ જેની પાછળ બે બાળકો બેઠેલ હતા તે લઇ જતા જોવા મળેલ જેથી તેઓ ભૂલથી લઈ ગયેલ હોય તેવું માલુમ પડેલ જેથી તેઓ ક્યારે ચોપાટી ગેટ ખાતે આવે તે સર્ચ કરતા તેવું જ હોન્ડા કંપનીનું સાઇન બાઇક જેમાં તે વ્યક્તિ અને પાછળ બે બાળકો બેઠેલ હતા તે આવતા જણાયેલ જેથી તે વાહન ચાલકની માહિતી મેળવી તેને ફોન કરી પુછતા તેણે જણાવેલ કે તેમના ગેસ્ટ ભૂલથી તેનું બાઇક સમજી લઈ ગયેલ હતા જેથી અરજદાર અને પ્રતિકભાઇ જોષીને કમાન્ડ શ્ કંટ્રોલ સેન્ટર-નેત્રમ ખાતે બોલાવી ને જેનું બાઇક ભુલથી લઇ ગયેલ તેને પરત કરાવેલ હતું. જે બાબતે અરજદાર યોગેશભાઇ દ્વારા નેત્રમ સ્ટાફની પ્રસંશા કરી હતી આભાર માન્યો હતો.