વંથલી : ૧૦૮નાં કર્મચારીની પ્રમાણીકતા

વંથલી : ૧૦૮નાં કર્મચારીની પ્રમાણીકતા

(પ્રતિનીધિ દ્વારા)
જૂનાગઢ તા.પ
વંથલી તાલુકાના ધંધુસરના ઓવરબ્રીજ ડ્રિવાઈડર સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો જેની જાણ વંથલી ૧૦૮ ટિમને થતા તાત્કાલિક EMT કમલેશ ઝીંઝુવાડિયા Pilot રાહુલ વાઘેલા ઘટના સ્થળ પર પોહ્ચ્યા ત્યાં એક દંપતીને સામાન્ય ઇજા થયેલી અને તેમનો થેલો પુલ નીચે પડી ગયેલો ૧૦૮ સ્ટાફ જીવના જોખમે નીચે ઉતરી થેલો લાવેલા થેલામાં બે એનરોઇડ મોબાઈલ, ત્રણ સોનાની વીંટી, ૨૦૦૦૦ રોકડા રૂપિયા કિંમતી ડોક્યુમેન્ટ હોય જે ૧૦૮ ટીમે તમામ લોકોની હાજરીમાં પરત કરી પ્રામાણિકતા દાખવી હતી.