કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદી ઉમરનુ ઘર ફુંકી માર્યું
શ્રીનગર તા.૧૪
દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં, સુરક્ષા દળોએ ગત રાત્રે પુલવામામાં આતંકવાદી ડૉ.ઉમર નબીના ઘરને ૈંઈડ્ઢ વિસ્ફોટથી ઉડાવી દીધું.
ડ્ઢદ્ગછ મેચિંગથી એ પણ પુષ્ટિ મળી કે વિસ્ફોટ કરનારી કારમાં ઉમર જ હતો.
ડોક્ટર ઉમર પુલવામાના કોઇલ વિસ્તારમાં રહેતો હતો. પોલીસે તેમના માતા-પિતા અને ભાઈઓની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે.
ગુપ્તચર એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આઠ આતંકવાદીઓએ જણાવ્યું હતું કે તેઓ ૬ ડિસેમ્બરે, બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠના દિવસે દિલ્હી સહિત દેશભરમાં અનેક સ્થળોએ વિસ્ફોટ કરવા માંગતા હતા. ૧૦ નવેમ્બરના રોજ થયેલા દિલ્હી વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોત થયા છે, જ્યારે ૨૦ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.


