દેશભરમાં હવે હાઈ-વે બાંધકામો ઠપ્પ થશે : ડામર સહિતના કાચા માલની અછત

દેશભરમાં હવે હાઈ-વે બાંધકામો ઠપ્પ થશે : ડામર સહિતના કાચા માલની અછત

(એજન્સી)      નવી દિલ્હી તા.૧૮:
ઈરાન યુદ્ધના કારણે પેટ્રોલીયમ ક્ષેત્રમાં જે સંકટ સર્જાયુ છે તે એક બાદ એક ઉદ્યોગ અને મોટાપાયે રોજગારીને અસર કરી રહ્યું છે અને ગેસ આધારિત ઉદ્યોગો અને જે ઉત્પાદનમાં પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરે છે તેઓને હવે અછતનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે આ ઉદ્યોગોના ઉત્પાદન કામ કરવો પડી રહ્યો છે અથવા કારખાનાઓને તાળા મારવા પડયા છે. જેના કારણે રોજગારી પર મોટી અસર થઈ રહી છે તે વચ્ચે હવે દેશમાં માર્ગ બાંધકામ સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સુધી તેની અસર દેખાવા લાગી છે. જેમાં હવે હાઈવે નિર્માણ સાથે જોડાયેલી કંપનીઓએ નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખી હાઈવે પ્રોજેકટને ફોર્સ- મેજપોર- અણધારી ઘટના કે પાવતીની કક્ષામાં મુકીને નિર્માણમાં થનારા વિલંબ બદલ જે પેનલ્ટી સહિતની જોગવાઈ છે જે સ્થગીત કરવા માંગ કરી છે તથા પ્રોજેકટના વધી રહેલા ખર્ચ, કાચા માલની સપ્લાય અને અન્ય પરિબળો જે સર્જાયા છે તે સંબંધમાં કોન્ટ્રાકટ, શરતોમાં પણ ફેરફારની માંગ કરી છે.