એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક જ દિવસમાં ચાર અજગરનું સફળ રેસ્ક્યુ કરાયું
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર૩
ભાણવડમાં જીવદયાના ઉમદા હેતુ સાથે કાર્યરત ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા માનવ વસ્તીમાં આવી ચડેલા ચાર જેટલા અજગરનું એક જ દિવસમાં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેમને કુદરતી વાતાવરણમાં પુન:મુક્ત કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.
ભાણવડની આસપાસના વિસ્તારોમાં રક્ષણ અને સલામતીના ભાગરૂપે ટ્રસ્ટના અનુભવી રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટની આગેવાની હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનમાં ટ્રસ્ટના ઉત્સાહી સભ્યો દત્ત દેસાઈ, દૂદાભાઈ ભરવાડ, હરીશભાઈ વાઘેલા અને પરાગ પીઠિયાએ સલામતીપૂર્વક કામગીરી કરી ચારેય અજગરને સક્ષમ રીતે બચાવી લીધા હતા. આ તમામ અજગરને વન વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ ‘બરડાના પ્રાકૃતિક આવાસમાં સુરક્ષિત અને કુદરતી પર્યાવરણમાં મુક્ત કરવામાં આવ્યા છે.


