તિબેટમાં ૭ની તિવ્રતાનો ભૂકંપ : ૧૬ મોત, પ૪ ઘાયલ, ૩૦૦ મકાનો ધરાશાઈ
પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીનમાં પણ ૪.૧ થી ૪.૯ સુધીના ભૂકંપના આંચકા નોંધાયા
(એજન્સી) લ્હાસા તા.૨૩
કલાયમેટ ચેન્જને કારણે વિશ્વ અસામાન્ય ઘટના-પડકારોનો સામનો કરી જ રહી છે. તેવા સમયે એક જ રાતમાં તિબેટ, ચીન, પાકિસ્તાન તથા અફઘાનીસ્તાન જેવા ચાર દેશોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.
ગત રાત્રે તિબેટમાં ભૂકંપના આંચકાથી ૧૬ લોકોના મોત થયા હતા. જયારે ૫૪ ઘાયલ થયા હતા. ૩૦૦ થી વધુ મકાનો ધરાશાયી થવા સાથે ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની હતી. જેનાં કારણે મહત્વના માર્ગો બંધ કરવા પડયા હતા. ઉપરાંત ટ્રેન વ્યવહાર અટકાવાયો હતો યુદ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા છે.
બીજી તરફ, તિબેટ ક્ષેત્રમાં સાંજે આવેલા ૭ ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી છે. આ હોનારતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૫૪ થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે.
તિબેટ ઉપરાંત એશિયાના ત્રણ દેશો ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) ના અહેવાલ મુજબ, ત્રણેય દેશોમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા ૪.૧ થી ૪.૯ ની વચ્ચે નોંધાઈ હતી. આ અગાઉ ગુરુવારે તિબેટ ક્ષેત્રમાં ૭.૦ ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો, જેના કારણે વ્યાપક તારાજી સર્જાઈ છે.
શુક્રવારના આંચકાઓ પહેલા ગુરુવારે સાંજે તિબેટ વિસ્તારમાં ૭.૦ ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો. ઉત્તરીય ક્ષેત્રના નાગકૂ શહેરમાં સેંકડો મકાનો ધરાશાયી થઈ ગયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૩૫૦ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
તિબેટમાં ૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભારતીય સમય અનુસાર ગુરુવારે રાત્રે ૮:૦૩ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમાં ૧૬ લોકોનાં મોત થયા છે અને ૫૪ લોકો ઘાયલ થયા છે.
તેનું કેન્દ્ર તિબેટની રાજધાની લ્હાસાથી લગભગ ૪૦૦ કિલોમીટર દૂર તિબેટના નાગકૂ વિસ્તારમાં જમીનથી ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું.
ચીનના ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (CENC) અનુસાર ભૂકંપના આંચકા સ્થાનિક વિસ્તારમાં સ્પષ્ટપણે અનુભવાયા હતા.
આ ઉપરાંત, પાકિસ્તાનમાં ૪.૯ અને અફઘાનિસ્તાનમાં ૪.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.
તિબેટ દુનિયાના એવા વિસ્તારોમાં સામેલ છે, જ્યાં ભૂકંપ આવવાનું જોખમ વધારે રહે છે. અહીં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે. તેમની હલચલથી હિમાલય પર્વત બન્યો છે, પરંતુ આ જ કારણોસર આ વિસ્તારમાં ભૂકંપ પણ આવતા રહે છે.
જાન્યુઆરી ૨૦૨૫માં તિબેટના તિંગરી કાઉન્ટીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં તિબેટમાં લગભગ ૪૦૦ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે પાડોશી નેપાળમાં ૧૩ લોકોનાં જીવ ગયા હતા. તેના આંચકા ઉત્તર ભારત સહિત દક્ષિણ એશિયાના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા.


