CID ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા
ગાંધીનગર ACBએ આજે CID ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલને રંગેહાથ રૂ. 30 લાખની લાંચ લેતા ઝડપી પડ્યા છે. ACB સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અગાઉ નોંધાયેલા કોલસેન્ટરના એક ગુનામાં આરોપી પર કોઈ કાર્યવાહી ન કરવા માટે CID ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પી. કે. પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ વિ. બી. દેસાઈ દ્વારા મોટી માત્રામાં રકમની લાંચ માંગવામાં આવી હતી. જેમાં અંતે 30 લાખની રકમ આપવાનું નક્કી થયું હતું. જયારે ફરિયાદી લાંચ આપવા માંગતો ના હોવાથી તેને ACBનો સંપર્ક સાધ્યો હતો . જેના પગલે ACBની ટીમ દ્વારા લાંચનું ચોકઠું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમ્યાન ફરિયાદી વિપુલ દેસાઈને મળ્યો, ત્યારે પીઆઈ પી. કે. પટેલે પણ લાંચ સ્વીકારવાની હામી ભરી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલ દેસાઈએ ફરિયાદી પાસેથી 30લાખની લાંચ લીધી હતી. તે જ ઘડીએ ACBએ કોન્સ્ટેબલ દેસાઈને ઝડપી લીધો હતો. આ બંને પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


