મુન્દ્રામાં કરેલી રેડ દરમ્યાન કન્ટેનર માંથી ઝડપાયો દોઢ કરોડ રૂપિયાનો IMFL દારૂ
કચ્છના મુંદ્રા પોર્ટ પર સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડો પડતા ત્રણ કરોડથી વધુનો ઝડપી નશીલા પદાર્થો ની હેરાફેરી પકડાઈ. મળતી માહિતી અનુસાર પંજાબથી લાવેલ આ દારૂનું નેટવર્ક જેલમાં બંધ રહેલ મુખ્ય આરોપી અનુપસિંહ રાઠોડ ચલાવતો હોવાનું જણાયું છે. SMC દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા આ કિંગ પાસેથી એક કરોડથી વધુ ની કિંમતનો દારૂ નો જથ્થો પકડાયો હતો. આ મોટા નેટવર્કના પર્દાફાસ માટે કસ્ટમ તેમજ રેલવે વિભાગની પણ મદદ લેવામાં આવી હતી. ત્યારે SMC અને પોલીસ તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.



