ભૂપેન્દ્ર પટેલ સરકારના 4 વર્ષ: સેવા, સુશાસન અને વિકાસના પાયા પર ગુજરાતનું નવ નિર્માણ
નમસ્કાર ગુજરાત
તારીખ: 12 સપ્ટેમ્બર, 2025

ગાંધીનગર: ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર, 2025ના રોજ તેમના સેવાધર્મ અને સમર્પણના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને ભવિષ્યલક્ષી નીતિ નિર્ધારણના ચાર સ્તંભો પર વધુ મજબૂત બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને જે 'ગ્રોથ એન્જિન' બનાવ્યું છે, તેને શ્રી ભૂપેન્દ્ર પટેલે સતત અને અથાગ પ્રયાસોથી આગળ ધપાવ્યું છે.
મુખ્યમંત્રી તરીકેની સફર

15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. 1987માં ભાજપમાં જોડાયા બાદ તેમણે મેમનગર નગરપાલિકાના પ્રમુખ અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) ના ચેરમેન જેવા અનેક પદો પર સેવા આપી. 2017માં ઘાટલોડિયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ, 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેઓ ગુજરાતના 17મા મુખ્યમંત્રી બન્યા. 2022ની ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ, તેમણે 12 ડિસેમ્બર, 2022ના રોજ બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા.


મક્કમ નિર્ણયો, મજબૂત નેતૃત્વ
મુખ્યમંત્રી તરીકે, શ્રી પટેલે કડક અને નિર્ણાયક નેતૃત્વનો પરિચય આપ્યો છે.
-
ગેરકાયદે દબાણો હટાવાયા: અમદાવાદના ચંડોળા તળાવ, દ્વારકા અને સોમનાથ ખાતેથી લાખો ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા.
-
ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ: લગભગ 50 જેટલા સરકારી અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર માટે કડક કાર્યવાહી કરવામાં આવી.
-
પરીક્ષા કાયદો: જાહેર ભરતી અને બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા કડક કાયદો અમલી બનાવાયો.
-
ખેડૂત હિતના નિર્ણયો: ખેતીની જમીન વેચાણ માટેની પ્રક્રિયા સરળ બનાવાઈ, જેનાથી ખેડૂતોને પ્રીમિયમમાંથી મુક્તિ મળી.

સેવા અને સમર્પણના 4 વર્ષ
-
આવાસ યોજના: 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ.
-
આરોગ્ય સુરક્ષા: PMJAY-MA હેઠળ ₹5 લાખની સહાયને વધારીને ₹10 લાખ કરાઈ, 2.92 કરોડથી વધુ લોકોને આયુષ્માન કાર્ડ મળ્યા.
-
પોષણ અને શિક્ષણ: 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' શરૂ કરાઈ. 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને ₹1000 કરોડથી વધુની આર્થિક સહાય.

-
રોજગારી: છેલ્લા ચાર વર્ષમાં 6547 ભરતી મેળા દ્વારા 5,06,741 લોકોને રોજગારી આપવામાં આવી.

સુશાસનના 4 વર્ષ
-
વહીવટી સુધારા: 'ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન' (GRIT) અને 'ગુજરાત વહીવટી સુધારણા આયોગ' (GARC) ની સ્થાપના.
-
શહેરી વિકાસ: 2025ને 'શહેરી વિકાસ વર્ષ' જાહેર કરાયું. 9 નવી મહાનગરપાલિકાઓની રચના સાથે કુલ સંખ્યા 17 થઈ.
-
ટેકનોલોજીનો ઉપયોગ: વહીવટી તંત્રમાં AI નો ઉપયોગ વધારવા માટે AI ટાસ્ક ફોર્સની રચના. શાળાઓમાં ડ્રોપઆઉટ અટકાવવા AI આધારિત 'અર્લી વોર્નિંગ સિસ્ટમ' અમલમાં મુકાઈ.
ઔદ્યોગિક અને નીતિગત વિકાસ
-
વૈશ્વિક રોકાણ: છેલ્લા 4 વર્ષમાં ગુજરાતે $20,431 મિલિયનનું FDI મેળવ્યું.
-
સેમિકન્ડક્ટર હબ: ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સહિત કુલ 4 પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થશે.
-
સિનેમેટિક ટુરિઝમ: 70મા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ગુજરાતમાં કરવામાં આવશે.
-
નીતિગત પહેલો: ગુજરાત આત્મનિર્ભર પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી, ડ્રોન પોલિસી, ગ્રીન હાઈડ્રોજન પોલિસી જેવી 16થી વધુ ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓ ઘડવામાં આવી, જે રાજ્યના વિકાસને નવી દિશા આપશે.






સન્માન અને સિદ્ધિઓ
-
યુનેસ્કો: કચ્છના ધોરડો ગામને 'બેસ્ટ ટુરિઝમ વિલેજ' અને ગુજરાતના ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક વારસો' તરીકે જાહેર કરવામાં આવ્યો.
-
રમત-ગમત: ગુજરાતને કોમનવેલ્થ 2029 અને ઓલિમ્પિક 2036ના આયોજન માટે પસંદ કરવામાં આવ્યું છે.
આ ચાર વર્ષનો કાર્યકાળ દર્શાવે છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને એક વિકસિત અને આત્મનિર્ભર રાજ્ય બનાવવા માટે પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું છે.


