અમદાવાદના પીઆઈ વનરાજ માંજરીયાનું હડકવાથી કરૂણ મોત

અમદાવાદના પીઆઈ વનરાજ માંજરીયાનું હડકવાથી કરૂણ મોત

(બ્યુરો)      અમદાવાદ તા.૨૩
અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (pi) વનરાજ માંજરિયાનું દુ:ખદ અવસાન થયું છે. તેમને થોડા સમય પહેલાં તેમના પાલતું શ્વાનનો નખ વાગવાથી હડકવા થયો હતો, જે બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ અચાનક નિધનથી તેમના પરિવાર અને સમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.