ભાજપ ચૂંટણી જીતીને નહીં વોટ ચોરી કરીને સત્તામાં આવેલ છે : રાહુલ ગાંધી
નવી દિલ્હી તા.ર૩
રાહુલ ગાંધીએ આજે તેમના તેમના સોશ્યલ મિડીયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી એવું જણાવ્યું છે કે, ભાજપ ચૂંટણી
જીતીને નહીં, પરંતુ વોટ ચોરી કરીને સત્તામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, મુળભૂત લડાઈ વોટચોરીના સામે છે. તેમણે વધુમાં કહહ્યું કે, હાલમાં દેશમાં બેરોજગારી તેના ૪પ વર્ષના ઉચ્ચતમ સ્તર પર છે. યુવાનો હવે નોકરીની લૂંટ સહન કરશે, ન વોટની તેમ રાહુલ ગાંધીએ પોસ્ટ કરી છે.


