નીતીશકુમારે ધોકો પછાડયો : રાજયસભામાં જતા પૂર્વે ભાજપ પાસે ગૃહ મંત્રાલયની માંગણી કરી
(એજન્સી) પટણા તા.૦૬:
બિહારના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યસભામાં જવા માટે નામાંકન ભરવાની સાથે જ શક્તિશાળી ગૃહ મંત્રાલય ફરીથી જેડીયુને સોંપવાની શરત રાખીને ભાજપની મુશ્કેલી વધારી દીધી છે. બિહારની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. અહેવાલો મુજબ, નીતીશ કુમારે કેન્દ્રની રાજનીતિમાં જવા એટલે કે રાજ્યસભામાં પ્રવેશવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ, દિલ્હી જતા પહેલા તેમણે પોતાની રાજકીય ચાલ રમતા ભાજપ સામે એક મોટી શરત મૂકી દીધી છે. પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, નીતીશ કુમાર અને જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) એ રાજ્યની કાયદો અને વ્યવસ્થાનું સંચાલન કરતા અત્યંત મહત્વપૂર્ણ એવા ગૃહ વિભાગ પર ફરીથી દાવો ઠોક્યો છે.


