NPS ખાતેદારો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી 

NPS ખાતેદારો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી 
THE FINANCIAL EXPRESS

પેટે રૂા.૧૦૦ વસુલાશે
(એજન્સી)         મુંબઈ,તા.૧૯:
નેશનલ પેન્શન સ્કીમ અને અટલ પેન્શન યોજના, યુનિફાઈડ પેન્શન સ્કીમ તથા એનપીએસ લાઈટના ખાતેદારોને સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી દ્વારા આપવામાં આવતી સેવાઓ માટે ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમાં પી.આર.એ.એન ઓપનિંગ માટે રૂ.૧૮ તથા ફિઝિકલ પ્રાન કાર્ડ માટે રૂ. ૪૦ની ફી લેવામાં આવશે. તદુપરાંત એકાઉન્ટદીઠ ર્વાષિક મેઈન્ટેનન્સ ચાર્જ પેટે રૂ.૧૦૦ લેવામાં આવશે. ઝીરો બેલેન્સવાળા એકાઉન્ટ ધારક પાસેથી કોઈ જ ફી વસૂલવામાં આવશે નહિ. એકાઉન્ટમાં કોઈપણ વહેવાર કરવામાં આવશે કે લેવડદેવડ કરવામાં આવશે તો તેને માટે કોઈ જ ચાર્જ વસૂલવામાં આવશે નહિ.