શેરબજારમાં કડાકો : સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનું ગાબડુ

આઈટી શેરોમાં ભારે ધોવાણ : રોકાણકારોના રૂા.૪ લાખ કરોડ સ્વાહા

શેરબજારમાં કડાકો : સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનું ગાબડુ

(એજન્સી)           મુંબઇ તા.૨૪:
મંગળવારે સ્થાનિક શેરબજાર નબળા દેખાવ સાથે ખુલ્યું હતું. નબળા વૈશ્વિક સંકેતો અને યુએસ વેપાર નીતિઓને લગતી વધતી અનિશ્ચિતતાએ ભારતીય બજારોને સ્પષ્ટપણે અસર કરી. શરૂઆતના ટ્રેડિગમાં મ્જીઈ સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ ઘટીને ૮૨,૨૮૩  થયો. દ્ગજીઈ નિફટી ૫૦ પણ આશરે ૨૨૦ પોઈન્ટ ઘટીને ૨૫,૪૪૬ ના સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. શેરબજાર તુટતા રોકાણકારોના ૩ લાખ કરોડ ડૂબી ગયા છે. આઇટી અને ઓટો શેર વધુ તુટયાં હતાં. બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં નવા કામચલાઉ વૈશ્વિક ટેરિફની જાહેરાત હતી. તેમણે ૧૫ ટકા સુધીના વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી છે. તેમણે એવા દેશોને પણ ચેતવણી આપી છે જે તાજેતરમાં હસ્તાક્ષર કરાયેલા વેપાર કરારોમાંથી ખસી શકે છે. જોકે યુએસ સુપ્રીમ કોર્ટે આ ટેરિફને ગેરકાયદેસર 
જાહેર કર્યા છે, પરંતુ નીતિની 
આસપાસની અનિતિતાએ વૈશ્વિક રોકાણકારોમાં ચિંતા વધારી છે. આની સીધી અસર ભારત સહિત ઉભરતા બજારો પર પડી છે.