રૂા. ર૦ લાખનાં ખંડણી કેસ કિર્તી પટેલ બાદ હવે દિવ્યા સાવલાણીની ધરપકડ
જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ સહીત ગુજરાતભરમાં ભારે ચકચારી બનેલા રૂા. ર૦ લાખની ખંડણી માંગવાનાં કેસમાં પોલીસે કિર્તી પટેલ બાદ દિવ્યા સાવલાણીની ધરપકડ કરી તેનાં વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર આજથી થોડા દિવસો પહેલા કિર્તી પટેલની સાથે તેની મિત્ર દિવ્યા સાવલાણી સામે પણ અબઝલ પાસેથી રૂા. ર૦ લાખની ખંડણી માંગવાનાં આરોપ અંગે ફરીયાદ નોંધાઈ હતી. દરમ્યાન આ પ્રકરણમાં કિર્તી પટેલની ધરપકડ બાદ તાલુકા પોલીસે દિવ્યા સાવલાણીની પણ ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખંડણી માંગવાનાં કેસમાં ફરીયાદ નોંધાયા બાદ દિવ્યાએ પણ ઝેર પીવાની કોશિષ કરી હતી અને સિવીલ હોસ્પીટલમાં ૩ દિવસ સારવાર બાદ તેને રજા મળતા જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.


