મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત લો સોસાયટી(GLS)ના શતાબ્દી વર્ષનો ભવ્ય પ્રારંભ
શતાબ્દી વર્ષ ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીએ GLS સેન્ટેનિયલ લોગો અને GLS આર્કાઇવનું ઉદ્ઘાટન કરાવ્યું : GLS શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત શૈક્ષણિક પરિષદો, રમતગમત, સાંસ્કૃતિક મહોત્સવો અને સામાજિક ઉત્તરદાયિત્વના વિવિધ કાર્યક્રમોનું વર્ષભર દરમ્યાન આયોજન
(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા.ર૪
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત લો સોસાયટી(GLS) કેમ્પસ ખાતે GLS શતાબ્દી વર્ષ ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ GLS સેન્ટેનિયલ લોગો અને ય્ન્જી આર્કાઇવનું અનાવરણ કર્યું હતું. GLS આર્કાઇવમાં ગુજરાત લો સોસાયટી(GLS)ની એક સદી લાંબી સફરના સાક્ષી એવા દુર્લભ દસ્તાવેજો, ઐતિહાસિક તસવીરો અને સ્મૃતિચિહ્નોને પ્રદશિર્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઉદબોધનમાં ગુજરાત લો સોસાયટીને શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરવા બદલ હાદિર્ક અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આ ઉજવણી સાથે જ GLSની શતાબ્દી ઉજવાય એ સુભગ સમન્વય છે. ગુજરાત લો સોસાયટી(GLS)ના ગૌરવશાળી ઇતિહાસનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના આંદોલનમાં યુવાનોના બૌદ્ધિક યોગદાન માટે સરદાર વલ્લભભાઈ પટેલ, ગણેશ માવલંકર અને કસ્તુરભાઈ લાલભાઈ જેવા મહાનુભાવો દ્વારા સ્થાપિત આ સંસ્થાએ આગવી નામના મેળવી છે.
કોઈ સંસ્થાના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય એ અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ કહેવાય. સાથે જ, તેમણે રાજકારણ સહિત લો ક્ષેત્રે કાર્યરત સંસ્થાના પ્રતિષ્ઠિત એલ્યુમનીઓને પણ આ તકે યાદ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણને પાયાનું ગણાવ્યું છે એમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું કે વિકસિત ભારતના નિર્માણમાં યુવાઓની ભૂમિકા મહત્વની છે. વિકસિત ભારત માટે ભાવિ પેઢીના નિર્માણ માટે સંસ્કાર સાથેનું શિક્ષણ જરૂરી છે એમ તેમણે ઉમેર્યું હતું. માતૃભાષા પ્રત્યે સન્માન વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માતૃભાષાનું ગૌરવ આપણને સૌને હોવું જ જોઈએ. અન્ય ભાષાઓ પણ શીખવી અને બોલવી જોઈએ, પણ માતૃભાષા તો આપણા દિલમાં હોવી જ જોઈએ. ગુજરાત અને ગુજરાતીઓ હંમેશા દરેક ભાષાને સહૃદયે આવકારે છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારણનું કલેવર બદલ્યું છે. તેમણે વિકાસની રાજનીતિ અપનાવીને દેશના અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. અત્યાર સુધી ઘણાં વડાપ્રધાનઓએ દેશમાં સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી વિકસાવવા પ્રયત્નો કર્યા હતા પણ કોઈને સફળતા મળી નહોતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ સંકલ્પ અને વિઝનરી નેતૃત્વના પરિણામે ગુજરાત સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીનું હબ બનવા આગળ વધી રહ્યું છે. સાથે જ, તેમણે જનસુખાકારી અને લોકકલ્યાણ માટે સમપિર્ત રાજ્યના ઐતિહાસિક બજેટનો પણ આ તકે ઉલ્લેખ કર્યો હતો.

શતાબ્દી વર્ષ ઉજવણી અંતર્ગત GLS દ્વારા દર મહિને ઉજવાનાર અલગ અલગ કાર્યક્રમોને બિરદાવીને મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને કેચ ધ રેઇન અંતર્ગત જળ સંરક્ષણ માટે યોગદાન આપવા તથા વડાપ્રધાને આપેલા પાંચ પ્રણ અનુસરીને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. GLSના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુધીર નાણાવટીએ આ પ્રસંગે તેમના ઉદબોધનમાં ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ, ગણેશ માવલંકર અને કસ્તુરભાઈ લાલભાઈ જેવા મહાનુભાવો દ્વારા સ્થાપિત આ શૈક્ષણિક ટ્રસ્ટ આજે એક સમૃદ્ધ મલ્ટિડિસિપ્લિનરી યુનિવસિર્ટીમાં પરિવતિર્ત થયું છે. તેમણે ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને તમામ હિતધારકોના યોગદાનની પ્રશંસા કરતા ઉમેર્યું કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર શિક્ષણ આપવાનો જ નથી.
પરંતુ દેશ માટે જવાબદાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો તૈયાર કરવાનો છે. આ પ્રસંગે GLSના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. ચાંદની કાપડિયાએ સ્વાગત પ્રવચન આપતા સંસ્થાની ૧૯૨૭થી શરૂ થયેલી અસાધારણ વિકાસયાત્રા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ૧૦૦ વર્ષની શ્રેષ્ઠતા, સંકલ્પ અને અવિરત સેવાનો પ્રારંભ છે. તેમણે વધુમાં જણાવ્યું કે GLS એ હંમેશા પરંપરાગત મૂલ્યો અને પ્રગતિશીલ વિચારધારાનો સમન્વય સાધ્યો
છે. આ સેન્ટેનરી વર્ષ દરમિયાન શૈક્ષણિક પરિષદો, રમતગમત, સાંસ્કૃતિક મહોત્સવો અને સામાજિક ઉત્તરદાયિત્વના વિવિધ કાર્યક્રમોનું વર્ષભર આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી ભાવિ પેઢી પ્રેરિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત લો સોસાયટી(GLS) ૧૯૨૭થી જ્ઞાન, શિસ્ત અને રાષ્ટ્રનિર્માણ માટે અવિરત કાર્યરત શૈક્ષણિક સંસ્થા છે. અમદાવાદમાં એલિસબ્રિજ સ્થિત GLS કેમ્પસ ખાતે “GLS સેન્ટેનરી સેલિબ્રેશન – Unlocking a Century of Legacy” સૂત્ર સાથે શતાબ્દી વર્ષ ઉજવણીનો પ્રારંભ થયો હતો.


